VIDEO/ કર્ણાટકના હાવેરીમાં અસામાજિક તત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરી
સોર્સ : GSTV
કર્ણાટકના હાવેરીમાં મહાત્મા ગાંધી રોડ પર અસામાજિક તત્વો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ બાપુની પ્રતિમાની તોડફોડ કરી તેને નુકસાન પહોંચાડ્યું હતું.
સવારે જ્યારે સ્થાનિક લોકોની નજર ખંડિત પ્રતિમા પર પડી, ત્યારે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ કૃત્યને પગલે શહેરમાં તંગદિલી છવાઈ છે અને લોકો દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસીને તોફાની તત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

