VIDEO: કર્ણાટકમાં LPGની ભીષણ કટોકટી: બેંગ્લુરુ-હાવેરીમાં ગેસ સ્ટેશનો પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો
કર્ણાટકના અનેક શહેરમાં LPG ગેસની તીવ્ર અછતને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે...બેંગ્લુરૂ હાવેરી સહિત અનેક જિલ્લામાં ગેસ સ્ટેશનોની બહાર ઓટો રિક્ષા અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી છે.
કર્ણાટકમાં LPG ગેસની તીવ્ર અછતને કારણે વ્યાપક અસર જોવા મળી રહી છે. રાજ્યના બેંગ્લુરુ અને હાવેરી જિલ્લામાં ગેસ સ્ટેશનોની બહાર ઓટો રિક્ષા અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી છે. કેટલાક સ્ટેશનો તો અછતને કારણે સંપૂર્ણ બંધ જ થઈ ગયા છે.ઓટો રિક્ષા ચાલકો સૌથી વધુ પરેશાન છે.
તેઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહી20ને પણ ગેસ નથી મળતો. ઘણા ડ્રાઈવરોએ કહ્યું કે આ અછતને કારણે તેમની આવક પર સીધી અસર પડી રહી છે અને રોજી રોટી મુશ્કેલ બની ગઈ છે.સ્થાનિક વહીવટી તંત્રે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિકલ્પ આપ્યો નથી. LPG સપ્લાયર્સ સાથે વાતચીત ચાલી રહી હોવાનું જણાવાયું છે, પરંતુ સ્થિતિ હજુ સુધી સુધરી નથી. રાજ્યના અન્ય ભાગોમાં પણ આ અછતની અસર વધી રહી છે.નાગરિકો અને વાહન ચાલકો સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ કરી રહ્યા છે.

