VIDEO : કર્ણાટકમાં ભાજપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન
સોર્સ : GSTV
કર્ણાટકના તુમકુર શહેરમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓ દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંસદના સત્રમાં મહિલા અનામત બિલ મામલે થયેલા વિલંબ અને અવરોધોને સખત શબ્દોમાં વખોડી કાઢતા આ પ્રદર્શન યોજાયું હતું. શહેરના ટાઉન હોલ પાસે મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. મહિલાઓને સમાન હક અને પ્રતિનિધિત્વ આપવા માટે અનામત અનિવાર્ય છે. સંસદમાં આ બિલમાં આવતા વિધ્નો એ મહિલા સશક્તિકરણના માર્ગમાં અવરોધ સમાન છે. ભાજપ મહિલા મોરચાએ માંગ કરી છે કે મહિલાઓને તેમનો હક વહેલી તકે મળે અને રાજકીય ક્ષેત્રે તેમની ભાગીદારી મજબૂત બને.

