VIDEO: પુણેમાં નસરાપુર સગીરા દુષ્કર્મ અને હત્યા કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આજે ચુકાદો જાહેર કરવામાં આવનાર હોવાથી પુણે સેસન્સ કોર્ટની બહાર અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

મહારાષ્ટ્રના પુણેમાં ન

મહારાષ્ટ્રના પુણેમાં નસરાપુર સગીરા દુષ્કર્મ અને હત્યા કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આજે ચુકાદો જાહેર કરવામાં આવનાર હોવાથી પુણે સેસન્સ કોર્ટની બહાર અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોર્ટ પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ચકચારી કેસના સંવેદનશીલ સ્વરૂપને ધ્યાનમાં રાખીને કોઈપણ અનિચ્છનીય ઘટના કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે કડક કાયદાકીય કવચ ઊભું કરાયું છે. પીડિતાના પરિવારને ન્યાય મળવાની આશા વચ્ચે કોર્ટની અંદર અને બહાર ચુસ્ત બેરિકેડિંગ કરીને શંકાસ્પદ લોકોની કડક પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત