VIDEO: જમ્મુમાં ડોગરા ફ્રન્ટ દ્વારા વિશેષ યજ્ઞનું કરાયુ આયોજન
સોર્સ : gstv
જમ્મુમાં ડોગરા ફ્રન્ટ દ્વારા પહેલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા નિર્દોષ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હુમલાની વરસી નિમિત્તે આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં સંગઠનના સભ્યો અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં જોડાઈને આતંકવાદનો ભોગ બનેલા આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ડોગરા ફ્રન્ટના કાર્યકર્તાઓએ યજ્ઞકુંડમાં આહુતિ આપીને આતંકવાદ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને દેશની સુરક્ષા માટે એકતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે હુમલામાં જીવ ગુમાવનારાઓને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિને તાજી કરવામાં આવી હતી.

