Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Iran says 'Thank you India' for sending another ship full of medicines

VIDEO : મુશ્કેલ સમયમાં ભારતનો સાથ: દવાઓથી ભરેલું બીજું જહાજ મોકલવા બદલ ઈરાને કહ્યું 'Thank you India'

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈરાનની આર્થિક મદદ કરવા માટે ભારતીયોએ દિલ ખોલીને કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. ભારત સ્થિત ઈરાનનું દૂતાવાસ છેલ્લા કેટલાક દિવસોથી સતત 'Thank you, India' પોસ્ટ લખીને ભારતીયોઓની ઉદારતાનો આભાર માની રહ્યું છે. હાલની પોસ્ટમાં, ઈરાને તબીબી સહાયથી ભરેલું બીજું જહાજ મોકલવા બદલ ભારત સરકાર અને ભારતીય લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે 43 દિવસથી યુદ્ધમાં ફસાયેલા ઈરાનની મદદ માટે કોઈએ ફાળો ઉઘરાવીને તો કોઈએ ઈરાન એમ્બેસી દ્વારા આપવામાં આવેલા એકાઉન્ટ નંબરમાં સીધા પૈસા ટ્રાન્સફર કરીને ઈરાનીઓની મદદ માટે હાથ લંબાવ્યો છે.

App Store

ભારતીય લોકોએ દિલથી વસ્તુઓ આપી

લખનઉ, દિલ્હી ઉપરાંત અનેક શહેરોમાંથી ઓનલાઈન ફંડ ટ્રાન્સફર થયું હતું. બીજી તરફ, કાશ્મીરી લોકોએ દિલ જીતી લે તેવું ઉદાહરણ પૂરું પાડતા માત્ર પૈસા જ નહીં, પરંતુ પોતાના ઘરેણાં એટલે કે સોના-ચાંદી અને પિત્તળ-તાંબાના વાસણો આપીને પણ મદદ કરી છે. ઈરાની દૂતાવાસે એક QR કોડ જાહેર કર્યો હતો જેના દ્વારા આર્થિક મદદ મોકલી શકાતી હતી, પરંતુ હવે આ QR કોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ માહિતી ખુદ ઈરાની દૂતાવાસે આપી છે.

ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીને મોકલાયો દવાનો જથ્થો

લગભગ ત્રણ મિનિટના વીડિયો પોસ્ટમાં ઈરાની રાજદૂત દ્વારા ભારતના લોકોના મોટા દિલની પ્રશંસા કરતા દવાઓથી ભરેલું બીજું જહાજ મોકલવા બદલ ભારત સરકારનો આભાર માનવામાં આવ્યો છે. ભારતમાં સ્થિત ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના દૂતાવાસે ટ્વિટ કર્યું કે, 'ભારતની જનતા દ્વારા દાનમાં આપવામાં આવેલી તબીબી સામગ્રીનો બીજો જથ્થો ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીને મોકલી દેવામાં આવ્યો છે.'

'એક મહિલાએ તો પૂર્વજોની નિશાનીઓ પણ આપી દીધી'

જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે ભારત સહિત અનેક દેશોમાં ઈરાન માટે આર્થિક સહાય એકત્ર કરવામાં આવી રહી હતી. આ સિવાય ઘણી જગ્યાએથી ખૂબ જ રસપ્રદ તસવીરો પણ સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ ઈરાનના નામે પોતાની મરઘી દાન કરી દીધી હતી. જો કે તેણે સીધી મરઘી દાનમાં આપી ન હતી, પરંતુ પહેલા તેણે મરઘીની હરાજી કરી હતી, જેમાં તે 1 લાખ 25 હજાર રૂપિયામાં વેચાઈ હતી. ત્યારબાદ મરઘીના માલિકે તે તમામ રકમ ઈરાનના નામે ફંડમાં ટ્રાન્સફર કરી દીધી. ઈરાની દૂતાવાસે પણ એક મહિલાની તસવીર શેર કરતા એક ભાવુક કિસ્સો જણાવ્યો હતો કે એક મહિલાએ તો પોતાના પૂર્વજોની છેલ્લી નિશાની તરીકે રાખેલા ઘરેણાં પણ ઈરાનના નામે દાન કરી દીધા.