Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: SOG's investigation into NEET paper leak intensifies, 18 detained in Jaipur

VIDEO: NEET પેપર લીક મામલે SOGની તપાસ વધુ તેજ, જયપુરમાં 18ની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજસ્થાનમાં NEET પેપર લીક મામલે SOGની તપાસ વધુ તેજ બની છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે દોઢ ડઝન લોકોની અટકાયત કરવામાં આવી છે. સોમવારે જયપુરથી આ નેટવર્કના કથિત માસ્ટરમાઈન્ડ મનીષની ધરપકડ કરવામાં આવી છે, જેણે પેપર લીકની શંકા ટાળવા માટે પ્રશ્નોને એડિટ કરી એક 'ક્વેશ્ચન બેંક' તૈયાર કરી હોવાની આશંકા છે. આ કેસમાં સીકરના કન્સલ્ટન્સી સેન્ટર સાથે જોડાયેલ રાકેશ મંડાવરિયાની ભૂમિકા પણ મહત્વની મનાય છે, જેની પાસે એપ્રિલ માસમાં જ પ્રશ્ન બેંક પહોંચી ગઈ હોવાનું મનાય છે.

App Store

તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે કેરળમાં MBBSનો અભ્યાસ કરતા ચુરુના એક વિદ્યાર્થીને સીકરથી પ્રશ્નોની PDF મોકલવામાં આવી હતી. હાલ SOG આ પેપર અન્ય કયા રાજ્યોમાં ફેલાયું અને તેના બદલે કેટલા નાણાંની લેવડદેવડ થઈ તેની ઊંડી તપાસ કરી રહી છે.