Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Massive fire breaks out in Darul Uloom in Anantnag, one dead

VIDEO: અનંતનાગના દારુલ ઉલૂમમાં ભીષણ આગ, એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં જૂના અડ્ડા વિસ્તારમાં આવેલી ફૈઝાન બાબા હૈદર રિશી દારુલ ઉલૂમમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કરુણ દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી એક સગીર બાળકે ઈજાઓને કારણે દમ તોડ્યો છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

App Store