Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: MLAs get emotional at the swearing-in ceremony of the new government in the Tamil Nadu Assembly

VIDEO: તમિલનાડુ વિધાનસભામાં નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં ભાવુક થયા ધારાસભ્ય

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુ વિધાનસભામાં નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમયે અત્યંત ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું. AIADMK ના ધારાસભ્ય કે. મોહન જ્યારે ધારાસભ્ય પદના શપથ લઈ રહ્યા હતા ત્યારે તેઓ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહીં. પૂર્વ મુખ્યમંત્રી અને પક્ષના દિવંગત નેતા જયલલિતાને યાદ કરીને તેઓ સ્ટેજ પર જ રડી પડ્યા હતા. તેમના અવાજમાં ગળગળાટ આવી ગયો હતો અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા, જે જોઈને ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

App Store

કે. મોહને જણાવ્યું કે, આજે તેઓ જે કંઈપણ છે તે અમ્મા એટલે જયલલિતાના આશીર્વાદ અને માર્ગદર્શનને કારણે છે. તેમના માટે આ માત્ર રાજકીય શપથ નહોતા, પરંતુ તેમના આરાધ્ય નેતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સમર્પણની અભિવ્યક્તિ હતી.