VIDEO: બંગાળમાં બે અધિકારીઓની નિમણૂંકથી ઉઠ્યા સવાલ, કોંગ્રેસે આને ચૂંટણી પંચ-ભાજપ વચ્ચેની ખુલ્લી મિલીભગત ગણાવી
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં વિશેષ ગહન સુધારણા એટલે કે એસઆઈઆર કરાવનાર ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલની સુવેન્દુ સરકારમાં નવા ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ થયેલી આ પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી અંદાજે 91 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તે સમયે ઓબ્ઝર્વર તરીકે કાર્યરત રિટાયર્ડ IAS અધિકારી સુબ્રત ગુપ્તાની પણ મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂક કરાઈ છે. આ નિમણૂકોને લઈને રાજકીય વિવાદ છેડાયો છે, જેમાં કોંગ્રેસે તેને ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચેની ખુલ્લી મિલીભગત ગણાવી છે, જ્યારે TMCએ આ પ્રક્રિયાને બેશરમી ગણાવી આકરી ટીકા કરી છે. આ ઘટનાક્રમ બંગાળના રાજકારણમાં વહીવટી નિમણૂકો અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર સવાલો ઊભા કરી રહ્યો છે.

