VIDEO : છુટેબેથિયા વિસ્તારમાં સુરક્ષા દળોને મળી નક્સલ સામગ્રીનો જથ્થો
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ૨૩ જૂન ૨૦૨૬ના રોજ સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છુટેબેથિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન નક્સલવાદીઓ દ્વારા છુપાવી રાખવામાં આવેલ દારૂગોળો અને અન્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સીમા સુરક્ષા દળ ના જવાનોને ગુપ્ત માહિતી મળી હતી કે નક્સલવાદીઓ વિસ્તારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. સર્ચ ઓપરેશન દરમિયાન જંગલ વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થો, રોજિંદી ઉપયોગની વસ્તુઓ અને નક્સલી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે. આ સફળતા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું છે. આ ઘટનાથી નક્સલીઓના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું છે અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે.

