VIDEO: ભારતની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ NSA બેઠકનો બીજો દિવસ: વૈશ્વિક સુરક્ષા પર મહામંથન.
સોર્સ : GSTV
નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષપદ હેઠળ બ્રિક્સ (BRICS) દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA)ની બેઠકનો આજે બીજો દિવસ છે. આ મહત્વપૂર્ણ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે સભ્ય દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ દિલ્હી આવી પહોંચ્યા છે.બેઠક દરમિયાન આતંકવાદ સામે લડત, સાયબર સુરક્ષા અને વૈશ્વિક સુરક્ષા પડકારો જેવા ગંભીર મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે. ભારત વૈશ્વિક શાંતિ અને સહયોગ વધારવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. તમામ દેશોના વડાઓનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે

