Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : The main road broke down in Noida due to continuous heavy rains

VIDEO: નોઈડામાં સતત પડી રહેલા ભારે વરસાદથી મુખ્ય રસ્તો તૂટ્યો

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના દિલ્હી એનસીઆર સહિત નોઈડા વિસ્તારમાં પડેલા ભારે વરસાદે વહીવટીતંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. નોઈડાના સેક્ટર-૭૩ વિસ્તારમાં સતત વરસેલા અવિરત વરસાદના કારણે એક મુખ્ય રસ્તો અચાનક મોટો ભૂવો પડતાં ધડાકાભેર તૂટી પડ્યો હતો. રસ્તાનો મોટો ભાગ જમીનમાં ધસી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને હજારો વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. સદનસીબે જ્યારે આ રસ્તો તૂટ્યો ત્યારે ત્યાંથી કોઈ વાહન પસાર ન થઈ રહ્યું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ અને ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સુરક્ષાના ભાગરૂપે રસ્તાને બેરિકેડ્સ લગાવી બંધ કરી દેવાયો છે તથા રસ્તાના સમારકામની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે.

App Store