Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive fire breaks out in Noida's Atta Market

નોઈડાના આટા માર્કેટમાં ભીષણ આગ, શોપિંગ કોમ્પ્લેક્ષમાં લોકો ચીસો પાડી દોડ્યા

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2025
લાઇવ ટીવીGoogle News
નોઈડાના આટા માર્કેટમાં ભીષણ આગ, શોપિંગ કોમ્પ્લેક્ષમાં લોકો ચીસો પાડી દોડ્યા

મંગળવારે નોઈડાના સેક્ટર ૧૮ આટા માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. કૃષ્ણા પ્લાઝા નામના શોપિંગ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાથી અરાજકતા અને હંગામો મચી ગયો હતો. આગ લાગ્યા પછી ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા ઇમારતમાં ફસાયેલા લગભગ 50 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ સંકુલમાં ઘણી કંપનીઓની ઓફિસો અને શોરૂમ આવેલા છે.

App Store

મંગળવારે બપોરે નોઈડાના સેક્ટર ૧૮માં કૃષ્ણા અપરા પ્લાઝા માર્કેટમાં એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ બજારમાં અંધાધૂંધી મચી ગઈ અને સેંકડો લોકો બહાર નીકળી આવ્યા. આગ લાગ્યા પછી અને બજાર ધુમાડાથી ભરાઈ ગયા પછી, ઘણા લોકો કોમ્પ્લેક્સમાંથી નીચે કૂદી પડ્યા અને તેમાંથી કેટલાક ઘાયલ થયા. ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરી હાથ ધરીને બજારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

ટોપિક્સ:fireNoida's Atta Market