VIDEO: તામિલનાડુના મદુરાઈમાં ભીષણ જળસંકટ: વેલ્લારીપટ્ટી કન્માઈ જળાશય સુકાઈને તળિયાઝાટક!
સોર્સ : gstv
તામિલનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં પાણીની અછતને કારણે ઐતિહાસિક વેલ્લારીપટ્ટી કન્માઈ જળાશય સંપૂર્ણપણે સુકાઈ જતાં સમગ્ર વિસ્તારમાં જળસંકટ ઘેરાયું છે. જળાશય તળિયાઝાટક થઈ જવાના લીધે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો માટે સિંચાઈના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. પૂરતા વરસાદના અભાવે જળસ્તર સતત તળિયે બેસી જતાં તૈયાર પાકને બચાવવો સ્થાનિક કૃષિકારો માટે અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. સિંચાઈ સુવિધા ખોરવાઈ જવાથી આ વિસ્તારમાં ખેતી પર નિર્ભર હજારો ખેડૂત પરિવારોની આજીવિકા સામે મોટો પ્રશ્નાર્થચિહ્ન ઊભો થયો છે. સમયસર પાણીનો નિકલ્પ ન મળતાં મદુરાઈ પંથકના ખેડૂતોમાં પોતાના ચોમાસુ પાકની નિષ્ફળતાને લઈને ભારે ચિંતા અને નિરાશાની લાગણી વ્યાપી ગઈ છે.

