Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDAR NI VAAT/ Tamil Nadu: Farmers in trouble as mango prices hit rock bottom in Madurai

VIDEO: ANDAR NI VAAT/ તમિલનાડુઃ મદુરાઈમાં કેરીના ભાવ તળિયે પહોચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં ચાલુ સીઝન દરમિયાન અપેક્ષા કરતાં ઘણું વધારે બમ્પર ઉત્પાદન થવાને કારણે વિશ્વપ્રસિદ્ધ કિલી મુકુ કેરીના બજાર ભાવમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. જેનાથી સમગ્ર પંથકના હજારો કેરી ઉત્પાદક ખેડૂતો પર આર્થિક રીતે મોટું સંકટ આવી પડ્યું છે. સામાન્ય રીતે જે ગુણવત્તાયુક્ત કેરી વીસથી ત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાતી હતી, તેના ભાવ સ્થાનિક જથ્થાબંધ બજારોમાં ગગડીને માત્ર ત્રણ રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેટલા નીચા સ્તરે પહોંચી જતાં ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સ્થાનિક પલ્પ પ્રોસેસિંગ ફેક્ટરીઓના માલિકો અને મોટા વેપારીઓની આપસી મિલીભગત તેમજ સિન્ડિકેટને કારણે જાણીજોઈને બજારમાં કૃત્રિમ મંદી ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ ખૂબ જ સસ્તા ભાવે કેરી ખરીદી શકે. હાલની પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ખેડૂતોને વાડીમાંથી કેરી તોડવાનો, તેને વ્યવસ્થિત રીતે બોક્સમાં પેકિંગ કરવાનો અને નજીકના માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાનો વાહનવ્યવહારનો ભાડાનો ખર્ચ પણ આ નજીવી કિંમતમાંથી સરભર થઈ શકતો નથી. એક તરફ પાક નુકસાની અને બીજી તરફ જે પાક થયો તેના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવારો માટે ખેતી પાછળ કરેલું રોકાણ પાછું મેળવવું મોટો પડકાર છે.

App Store