VIDEO: ભોપાલમાં વીજળીના કડાકા સાથે ખાબક્યો વરસાદ
સોર્સ : gstv
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો . શહેરના અનેક વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. લાંબા સમયથી અનુભવાતા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ પડેલા આ વરસાદથી ભોપાલવાસીઓને ગરમીમાંથી મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી . વરસાદને પગલે મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ પવન સાથે વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા દર્શાવી હતી

