VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ ના વિજેતા ભારતીય ખેલાડીઓ સાથે કરી મુલાકાત
સોર્સ : gstv
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પેરા એથ્લીટ શર્મિલા ધનકર સાથે વાતચીત કરતા વડાપ્રધાને અગાઉ તેમના દ્વારા કરવામાં આવેલા વચનની યાદ અપાવી હતી. PM મોદીએ કહ્યું કે, છેલ્લી મુલાકાત દરમિયાન શર્મિલાએ વચન આપ્યું હતું કે તેમની બંને દીકરીઓ પણ એથ્લીટ બનશે. તેના જવાબમાં શર્મિલા ધનકરે જણાવ્યું કે દીકરીઓ હજુ નાની છે, પરંતુ આગામી કોમનવેલ્થ ગેમ્સ સુધીમાં એક જ પરિવારમાંથી ત્રણ મેડલ જોવા મળશે. આ દરમિયાન PM મોદીએ મહિલા 48 કિલો વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર સાઇખોમ મીરાબાઈ ચાનુ સાથે પણ મુલાકાત કરી હતી. મોદીએ ચાનુ સાથે મીઠાઈ વહેંચી હતી અને ભારતીય ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવી હતી.

