VIDEO: ભુવનેશ્વરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ
સોર્સ : GSTV
ઓડિશાના ભુવનેશ્વરમાં NISER કેમ્પસ ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળો વિકાસનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણ જાળવવા માટે લોકોની ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું સંવર્ધન પણ એટલું જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધિકારીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા. કાર્યક્રમના દૃશ્યોમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અંગેનો સંદેશ આપતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો :

