મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભુવનેશ્વરમાં ભારે વરસાદની તોફાની બેટિંગ

ઓડિશાની રાજધાની ભુવનેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે જોરદાર વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે

ઓડિશાની રાજધાની ભુવનેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે જોરદાર વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે શરૂ થયેલા આ મુસળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અચાનક શરૂ થયેલા તોફાની વરસાદના લીધે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકો તેમજ ઓફિસે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.જો કે લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન સ્થાનિક નાગરિકોને આ વરસાદથી મોટી રાહત મળી છે

આ સમાચાર શેર કરો