Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : Massive fire in Kolkata hotel, 9 Bangladeshi citizens killed

VIDEO: કોલકાતાની હોટેલમાં ભીષણ આગ, 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં હોટેલમાં ભીષણ આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ. રાત્રે આશરે બે વાગ્યે લાગેલી આગે ગણતરીની મિનિટોમાં હોટેલને ધુમાડાથી ઘેરી લીધી હતી. ઘટનામાં 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતકો મેડિકલ સારવાર માટે કોલકાતા આવ્યા હતા અને હોટેલમાં રોકાયા હતા. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હોટેલ જૂની અને ગીચ બાંધકામવાળા વિસ્તારમાં આવેલી હોવાનું સામે આવ્યું છે. આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. પોલીસે અને વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી છે. માત્ર 48 કલાકમાં રાજ્યમાં બીજા હોટેલ અગ્નિકાંડથી ફાયર સેફ્ટી પર સવાલો ઊભા થયા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News