VIDEO: નોઈડામાં પાણીની ટાંકી બની કાળ: ચાર વર્ષના બાળકનું ડૂબી જતાં કરુણ મોત!
સોર્સ : gstv
નોઈડામાં એક અત્યંત દૂખદ ઘટનામાં ચાર વર્ષના નિર્દોષ બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે બાળકના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેને પગલે બેદરકારી દાખવનારા સામે પોલીસે કાયદેસરની એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ અસુરક્ષિત પાણીની ટાંકીઓ અને ખુલ્લા અંડરગ્રાઉન્ડ માળખાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહીશો દ્વારા ભવિષ્યમાં આવી અણધારી હોનારતો અટકાવવા માટે જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે...

