VIDEO: EVM સુરક્ષા મુદ્દે બંગાળમાં ઘમાસાણ, શશી પંજા સ્ટ્રોંગ રૂમ પહોંચતા વિપક્ષોમાં ફફડાટ
સોર્સ : GSTV
VIDEO: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હવે સ્ટ્રોંગ રૂમની સુરક્ષાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાતે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર શશી પંજા પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વિપક્ષો દ્વારા સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અને ઈવીએમ સાથે ચેડાં થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે સુરક્ષા વ્યવસ્થા મુદ્દે હજુ પણ ઘમાસાણ યથાવત છે. સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ઉમેદવારો અને રાજકીય પ્રતિનિધિઓની અવરજવરને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ પરિણામો પહેલાંની આ ખેંચતાણે રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જી છે.

