VIDEO: પશ્ચિમ બંગાળમાં બારે મેઘ ખાંગા! બીરભૂમમાં જળબંબાકારની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી
સોર્સ : GSTV
VIDEO: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના સૈંથિયા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે. સતત વરસતા વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતી પર પણ અસર પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરતા નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

