Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Resignation of two trustees in Ram temple embezzlement case

VIDEO:રામ મંદિર દાનચોરી કેસમાં બે ટ્રસ્ટીઓના રાજીનામા

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અયોધ્યા રામ મંદિરમાં દાનચોરીના કેસમાં રામમંદિર ટ્રસ્ટના બે સભ્યોએ રાજીનામા આપ્યા છે.ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને  મંદિરના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે. અયોધ્યામાં રામ મંદિરમાં ચઢાવવામાં આવતા પ્રસાદમાં કથિત અનિયમિતતા અને ચોરી અંગે એફઆઈઆર નોંધવામાં આવ્યાં બાદ આ બન્ને પદાધિકારીઓએ રાજીનામાં આપ્યા છે. નૈતિકતાના ધોરણે તેમણે રાજીનામા આપ્યા છે.. ચંપત રાયના નજીકના રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ સહિત 8 આરોપીઓની ગુરુવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહન દ્વારા દાખલ કરાયેલી ઔપચારિક ફરિયાદના આધારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી..જોકે, રામ મંદિર ટ્રસ્ટના કોઈ સભ્યનું નામ એફઆઈઆરમાં નથી.

App Store