મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

video: ટીએમસીના બળવાખોર સાંસદ સયાની ઘોષને વિરોધનો સામનો કરવો પડ્યો

પશ્ચિમ બંગાળના જાદવપુરના સાંસદ સયાની ઘોષને મંગળવારે પોતાના લોકસભા વિસ્તારમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બ

તસવીર: gstv

પશ્ચિમ બંગાળના જાદવપુરના સાંસદ સયાની ઘોષને મંગળવારે પોતાના લોકસભા વિસ્તારમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બરુઈપુરમાં 12 વર્ષની બાળકી સાથે થયેલા કથિત ગેંગરેપ બાદ તેઓ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ સયાની ઘોષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમને ‘ગદ્દાર’ તથા ‘બેઈમાન’ જેવા શબ્દોથી સંબોધ્યા હતા. વિરોધ કરનારાઓએ સવાલ ઉઠાવ્યા હતા કે તેઓ કયા ભાવે વેચાયા અને કેટલા પૈસા લીધા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ભીડ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે સયાની ઘોષની સુરક્ષા ટીમે દરમિયાનગીરી કરવી પડી હતી. વિરોધીઓએ તેમને દળ બદલવાના મુદ્દે ઘેરીને આક્ષેપો કર્યા હતા

આ સમાચાર શેર કરો