VIDEO: NEETની પરીક્ષા રદ મુદ્દે રાહુલ ગાંધીની ટ્વિટ, "PMનો આ અમૃતકાળ દેશ માટે ‘વિષકાળ’ સાબિત થઈ રહ્યો છે"
સોર્સ : gstv
NEETની પરીક્ષા રદ થતા જ દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ ભ્રષ્ટ વ્યવસ્થાએ 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના સપના અને મહેનતને કચડી નાખ્યા છે. કોઈ પિતાએ દેવું કર્યું તો કોઈ માતાએ ઘરેણાં વેચીને બાળકને ભણાવ્યું હતું, પરંતુ બદલામાં તેમને પેપર લીક અને સંગઠિત ભ્રષ્ટાચાર મળ્યો છે.
તેમણે સરકારની આ નાકામીને યુવાનોના ભવિષ્ય સામેનો ગુનો ગણાવતા ઉમેર્યું કે, પેપર માફિયાઓ બચી નીકળે છે અને પ્રામાણિક વિદ્યાર્થીઓ માનસિક તણાવ ભોગવે છે. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે જો નસીબ મહેનતથી નહીં પણ પૈસા અને પહોંચથી નક્કી થતું હોય, તો શિક્ષણનો કોઈ અર્થ નથી; વડાપ્રધાનનો આ અમૃતકાળ દેશ માટે ‘વિષકાળ’ સાબિત થઈ રહ્યો છે.

