VIDEO: કેરલમમાં નવી સરકારની રચનાની તૈયારી; મુખ્યમંત્રી પદ અને મંત્રીમંડળ અંગે ટૂંક સમયમાં લેવાશે નિર્ણય
સોર્સ : GSTV
કેરલમમાં કોંગ્રેસના નેતા કે. મુરલીધરને જણાવ્યું હતું કે, સત્તાવિરોધી લહેરને કારણે અપેક્ષિત ૧૦૦ બેઠકોની સામે યુડીએફને ૧૦૨ બેઠકો મળી છે. તેમણે આ શાનદાર સફળતાનું શ્રેય સ્થાનિક સીપીએમ કાર્યકરોના મતોને પણ આપ્યું હતું. મુખ્યમંત્રી પદ અને મંત્રીમંડળ અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ વિધાનસભ્ય દળ આ અંગે નિર્ણય લેશે અને હાઈકમાન્ડ દ્વારા એક સપ્તાહમાં અંતિમ મહોર મારવામાં આવશે. આગામી ૧૦ દિવસની અંદર નવી સરકારનું મંત્રીમંડળ રચાઈ જશે અને શપથ ગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થશે.

