VIDEO: કેરલમમાં મંદિરના ઉત્સવ દરમિયાન ગંભીર દુર્ઘટના; હાથી બેકાબૂ થતાં દોડધામ મચી, એકનું મોત
સોર્સ : gstv
કેરલમના એર્નાકુલમ જિલ્લાના અંગમાલીમાં એક મંદિરના ઉત્સવ દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ઉત્સવ માટે લાવવામાં આવેલો હાથી અચાનક વિફરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે હાથીને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહેલા મહાવતને ગંભીર ઈજાઓ પહોંચી છે.
સ્થિતિ વણસતા તુરંત જ રેપિડ રિસ્પોન્સ ટીમ અને એલિફન્ટ ટાસ્ક ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં હાથીએ ટીમ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે ડોક્ટરે ટ્રાન્ક્વિલાઈઝર ગનથી હાથીને બેભાન કરી કાબૂમાં લીધો હતો. હાલમાં હાથીને સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે. મંદિરના ઉત્સવોમાં હાથીઓના વધતા હિંસક બનાવોએ ફરી એકવાર સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.

