Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: PM Modi's grand roadshow in Bengal before the second phase of voting, harsh attack on Mamata government in Vijay Sankalp Sabha

VIDEO: બીજા તબક્કાના મતદાન પહેલા PM મોદીનો બંગાળમાં ભવ્ય રોડ શો, વિજય સંકલ્પ સભામાં મમતા સરકાર પર આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન પહેલા રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર 24 પરગણાના બેરકપુર ખાતે એક ભવ્ય રોડ શો યોજી શક્તિપ્રદર્શન કર્યું હતું. વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે રસ્તાની બંને તરફ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, અને સમગ્ર વિસ્તાર 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

App Store

બેરકપુરની આ વિજય સંકલ્પ સભાને સંબોધતા પીએમ મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બંગાળમાં પરિવર્તનની હાકલ કરતા જણાવ્યું કે, જનતા હવે ભ્રષ્ટાચાર અને અન્યાયથી મુક્તિ ઈચ્છે છે. આ રોડશો દ્વારા ભાજપે દક્ષિણ બંગાળમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાનાર છે, તે પહેલા પીએમનો આ પ્રવાસ ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરી રહ્યો છે.