VIDEO : દેહરાદૂન બન્યું ભઠ્ઠી, ભીષણ ગરમી - લૂના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકો બેહાલ
સોર્સ : gstv
દેવભૂમિ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન અત્યારે ભીષણ ગરમીની ચપેટમાં છે. પહાડી વિસ્તાર હોવા છતાં અહીં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હાલમાં શહેરનું તાપમાન 37 ડિગ્રી થી 39 ડિગ્રી ની આસપાસ નોંધાઈ રહ્યું છે. આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળા અને ફૂંકાતા ગરમ પવન ને કારણે લોકો પરેશાન છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવની ગંભીર સ્થિતિને જોતા નાગરિકોને સાવચેત રહેવા અને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. ગરમીના આ આકરા તેવરને કારણે પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

