Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Srinagar becomes a favorite destination for tourists amid scorching heat in the country

VIDEO: દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે શ્રીનગર પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બન્યું; ઠંડકને કારણે લોકોનો વધ્યો ધસારો

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેશભરમાં વધતા જતા તાપમાન અને કાળઝાળ ગરમી વચ્ચે જમ્મુ-કાશ્મીરનું શ્રીનગર પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ બન્યું છે. ગરમીથી બચવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીર ખીણમાં ઉમટી રહ્યા છે અને શ્રીનગરના ખુશનુમા વાતાવરણનો આનંદ માણી રહ્યા છે.વિશ્વ પ્રસિદ્ધ દાલ લેક ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં લોકો શિકારાની સવારી અને હાઉસબોટમાં રોકાણનો રોમાંચ માણી રહ્યા છે. પ્રવાસીઓના મતે, મેદાની વિસ્તારોની સરખામણીએ અહીંનું તાપમાન ઘણું ઓછું અને આરામદાયક છે. પ્રવાસન ઉદ્યોગમાં આવેલા આ ઉછાળાથી સ્થાનિક વેપારીઓ અને શિકારા માલિકોમાં પણ આનંદની લહેર જોવા મળી રહી છે. કુદરતી સૌંદર્ય અને પહાડોની શીતળતા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે.

App Store