VIDEO : યુપીના હાપુડમાં ભીષણ આગ, પિલખુઆ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટાથી ફફડાટ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાના પિલખુઆ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસ અને પ્રશાસનની ટીમ પણ રાહત કાર્ય માટે સ્થળ પર તૈનાત છે. પ્રાથમિક માહિતી મુજબ, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલકતને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે. ફાયર ફાઈટર્સ સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

