VIDEO: પિયુષ ગોયલે કહ્યું ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લગભગ 99 ટકા કામ પુરુ
સોર્સ : GSTV
ભારત-અમેરિકા વચ્ચે સફળતાપૂર્વક ટ્રેડ ડીલને લઈને કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ સમજૂતી અંગે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. પિયુષ ગોયલે કહ્યું કે, બંને દેશો વચ્ચેની ડીલનું લગભગ 99 ટકા કામ પુરુ થઈ ગયું છે અને હવે તે અંતિમ તબક્કામાં છે. એટલે કે ટૂંક સમયમાં તેની મોટી જાહેરાત થઈ શકે છે. ટ્રેડ ડીલ ફાઈનલ કરવા માટે બેથી ચાર જૂન દિલ્હીમાં બેઠક યોજાવાની છે. પિયુષ ગોયલે કહ્યું કે, હવે બંને દેશો વચ્ચે ડીલ સંબંધીત મોટા મુદ્દા અંગે કોઈ વિવાદ નથી, માત્ર નાની ટેકનિકલ બાબતો સુધારવાની બાકી છે. વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત સમજૂતી મામલે પોતાના હિતો પર અડગ છે.
પિયુષ ગોયલે કહ્યું ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લગભગ 99 ટકા કામ પુરુ

