મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ Pakistan High Commissionએ કઈ ખુશીમાં કેક મંગાવી? લોકોએ પૂછ્યું..

Pahalgam terrorist attack: પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે અનેક ક

Pahalgam terrorist attack: પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધાં છે. ભારતે નિર્ણય લીધો છે કે પાકિસ્તાનમાં આવેલું ભારતનું દૂતાવાસ(Indian Embassy in Pakistan) હવે બંધ કરવામાં આવશે. આ ઉપરાંત, ભારતમાં હાજર તમામ પાકિસ્તાની રાજનયિકોને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાન હાઈકમિશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કેક લઈને હાઈકમિશનમાં(pakistan high commission) જતો જોવા મળી રહ્યો છે.   કોઈ પણ સવાલનો જવાબ આપતો નથી વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે આ વ્યક્તિ કેક લઈને જાય છે, ત્યારે હાઈકમિશન પર હાજર પત્રકારો તેને કેક લઈ જવાનું કારણ અને અનેક સવાલો પૂછે છે. પરંતુ, તે વ્યક્તિ કોઈ પણ સવાલનો જવાબ આપતો નથી અને સીધો અંદર ચાલ્યો જાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે આ કેક કોણે ઓર્ડર કરી છે અને આ સમયે કઈ બાબતની ઉજવણી કરવામાં આવી રહી છે.   લોકો આને પહેલગામ હુમલા સાથે પણ જોડી સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો શેર કરીને પાકિસ્તાનનો અસલી ચહેરો બતાવવાની વાત કરી રહ્યા છે. કેટલાક લોકો આને પહેલગામ હુમલા સાથે પણ જોડી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે દેશમાં આટલી દર્દનાક ઘટના બની છે, ત્યારે પાકિસ્તાન હાઈકમિશનમાં કઈ બાબતની ઉજવણી કરવામાં આવી રહી છે અને આનાથી પાકિસ્તાનની ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે.   એક યુઝરે લખ્યું કે દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનમાં કેકનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જુઓ, ભારતમાં બેસીને તેઓ કેટલી મોટી મજા કરી રહ્યા છે, કોઈ આટલું નીચે કેવી રીતે જઈ શકે?  એ આ લોકોને કડક જવાબ આપવો જોઈએ.   અન્ય એક યુઝરે લખ્યું- પાકિસ્તાન હાઈકમિશનમાં કેક પહેલગામની ઉજવણી માટે જઈ રહી છે અને પકડાઈ જતાં તેઓ એ પણ નથી બતાવી શકતા કે આ કેક શા માટે જઈ રહી છે, અને હવે તેમને ભાઈચારો નિભાવવો છે... એક યુઝરે લખ્યું- આ ભારતમાં આવેલા પાકિસ્તાન હાઈકમિશનમાં મંગાવવામાં આવી છે. આ કેકથી તેઓ ખુશીની ઉજવણી કરી રહ્યા છે.   ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાં છે. આતંકવાદીઓએ પસંદગીથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલાથી આખા દેશમાં રોષ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો