મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : ગુરુદ્વારામાં નિહંગ શીખોનો વિવાદ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના નાગરાસુ સ્થિત એક ગુરુદ્વારામાં નિહંગ શીખોના જૂથ અને સંચાલકો વચ્ચેના વિવાદ બાદ તણાવ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના નાગરાસુ સ્થિત એક ગુરુદ્વારામાં નિહંગ શીખોના જૂથ અને સંચાલકો વચ્ચેના વિવાદ બાદ તણાવની સ્થિતિ સર્જાઈ હતી. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કેટલાક નિહંગોએ કર્ણપ્રયાગમાં થયેલી ધરપકડના વિરોધમાં પ્રદર્શન કરવા માટે ગુરુદ્વારામાં રહેવાની અને રૂમની માંગણી કરી હતી. માંગ સંતોષવામાં ન આવતા તેઓએ હિંસક વલણ અપનાવ્યું હતું અને ગુરુદ્વારાના ત્રીજા માળે કબજો કરી એક વ્યક્તિને બંધક બનાવ્યો હતો. આ ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે ગુરુદ્વારાની આસપાસ ભારે પોલીસ અને સુરક્ષા દળોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લાંબી વાતચીત બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. નિહંગોએ અંતે બંધક બનાવેલી વ્યક્તિને મુક્ત કરી હતી. હાલમાં આ વિસ્તારમાં શાંતિ છે અને પોલીસ દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો