Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Narayanpur farmers confused due to weak monsoon conditions

VIDEO: નારાયણપુર નબળા ચોમાસા ની સ્થિતિને કારણે ખેડૂતોમા મૂંઝવણ

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નબળા ચોમાસાની સ્થિતિને કારણે પ્રી-મોન્સૂન વરસાદની પેટર્ન ખોરવાઈ ગઈ છે. સામાન્ય રીતે જૂનના પ્રારંભિક દિવસોમાં થતો વરસાદ આ વર્ષે નહિવત રહેતા સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ છે. વરસાદના અભાવે ખરીફ પાકની વાવણીની સીઝન લંબાતા સ્થાનિક ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ડાંગર સહિતના અન્ય પાકોના ધરૂ ઉછેરવામાં મોટી સમસ્યા સર્જાશે, જેનાથી ઉત્પાદન પર સીધી નકારાત્મક અસર પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોન્સૂન સિસ્ટમ ધીમી હોવાને કારણે વરસાદ ખેંચાયો છે. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને ઉતાવળમાં વાવણી ન કરવા અને પૂરતો વરસાદ થયા બાદ જ ખેતીકામ આગળ ધપાવવાની સલાહ આપી છે. હાલમાં જગતનો તાત આકાશ તરફ મીટ માંડીને સારા વરસાદની આશા રાખી રહ્યો છે.

App Store