VIDEO: ગાઝિયાબાદમાં મેઘરાજાની એન્ટ્રી! પ્રચંડ ગરમીથી મળી મોટી રાહત, પવન સાથે વરસાદથી વાતાવરણ બન્યું આહલાદક
સોર્સ : GSTV
VIDEO: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા પ્રચંડ ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી હતી. શહેરના અનેક ભાગોમાં આકાશ વાદળછાયું બન્યા બાદ પવન સાથે હળવો વરસાદ પડતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
જોકે નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી આવું જ આહલાદક વાતાવરણ રહેવાની શક્યતા છે, જેનાથી કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે.

