VIDEO/ મમતા બેનર્જી વકીલના ડ્રેસમાં હાઈકોર્ટ પહોંચ્યા
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જી આજે એક અલગ જ અંદાજમાં કલકત્તા હાઈકોર્ટ પહોંચતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ચૂંટણી પછીની હિંસા અંગેની PIL ના કેસમાં હાજર થવા માટે મમતા બેનર્જી વકીલનો કોટ પહેરીને કોર્ટમાં આવ્યા હતા. આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એચ.સી. સુજોય પાલની ખંડપીઠ સમક્ષ થઈ રહી છે. નોંધનીય છે કે આ અરજી TMC નેતા અને વકીલ કલ્યાણ બેનર્જીના પુત્ર શીર્ષણ્ય બંદોપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવી હતી. મમતા બેનર્જી પોતે આ કેસની કાર્યવાહીના વિવિધ પાસાઓ પર સવાલો ઉઠાવે તેવી શક્યતા છે. કાયદાકીય પોશાકમાં તેમની આ હાજરીએ રાજકીય અને ન્યાયિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. તેઓ કોર્ટ સમક્ષ રાજ્યની સ્થિતિ અને કેસની સત્યતા અંગે પોતાની દલીલો રજૂ કરી શકે છે.

