VIDEO: મમતા બેનર્જી ભાજપને રોકવા માટે લગાવી રહ્યા છે એડીચોટીનું જોર, ડાબેરીઓ અને ધુર-ડાબેરીઓ સાથે હાથ મિલાવવાની તૈયારી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કે જેમણે 34 વર્ષ જૂના વામપંથી કિલ્લાને ધ્વસ્ત કરીને સત્તા મેળવી હતી.. હવે તેમના જ સુર બદલાયા છે. વિધાનસભા ચૂંટણીમાં મળેલી જોરદાર ટક્કર બાદ, મમતા બેનર્જીએ ભાજપને રોકવા માટે હવે ડાબેરીઓ અને ધુર-ડાબેરીઓ સાથે પણ હાથ મિલાવવાની તૈયારી દર્શાવી છે. 1970 અને 80ના દાયકામાં મમતા બેનર્જી એક આક્રમક યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા, જેમની રાજનીતિનો પાયો જ ડાબેરીઓના વિરોધ પર હતો.
છેલ્લા એક દાયકામાં બંગાળમાં ડાબેરીઓ હાંસિયામાં ધકેલાયા છે અને ભાજપ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું હતુ. મમતા બેનર્જી હવે અનુભવી રહ્યા છે કે, મતોનું વિભાજન અંતે ભાજપને ફાયદો કરાવે છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી એકતા અનિવાર્ય છે. દેશ અને બિનસાંપ્રદાયિકતા બચાવવા માટે તમામ બિન-ભાજપી શક્તિઓએ સાથે આવવું પડશે. આ માટે તેઓ પોતાના કટ્ટર હરીફ એવા ડાબેરીઓ સાથે મંચ વહેંચવા પણ તૈયાર છે. આ સંભવિત ગઠબંધન સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વર્ષોથી એકબીજા સામે લડતા પક્ષના કાર્યકરો એક થઈ શકશે?

