VIDEO: પ. બંગાળ/ હાર બાદ મમતા બેનર્જીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોતાનો પરિચય બદલી નોંધાવ્યો વિરોધ
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાર બાદ પણ મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેની લડાઈ સતત ચાલી રહી છે. હવે મમતા બેનર્જીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના બાયોમાં કરેલો ફેરફાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મમતા બેનર્જીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોતાનો પરિચય બદલી નાખ્યો છે. તેમણે હવે 'ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક અધ્યક્ષ' અને '15મી, 16મી અને 17મી વિધાનસભા દરમિયાન મુખ્યમંત્રી લખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના બાયોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી લખેલું હતું. આ ફેરફાર સૂચવે છે કે, તેઓ વર્તમાન પરિણામોને સ્વીકારવા તૈયાર નથી અને જૂની વિધાનસભાઓના કાર્યકાળનો ઉલ્લેખ કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

