Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Maliwal calls Kejriwal "anti-women", says he has not given her a chance to speak in Parliament even once in two years

VIDEO: માલીવાલે કેજરીવાલને ગણાવ્યા “મહિલા વિરોધી”, કહ્યું બે વર્ષમાં સંસદમાં એક વખત પણ બોલવાની તક ના આપી

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાની સાંસદ સ્વાતિ માલીવાલે સત્તાવાર રીતે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી. લગભગ બે દાયકાનો આપ સાથેનો સંબંધ તોડી માલીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. માલીવાલે કહ્યું કે તેઓ કોઈ દબાણમાં નહીં પરંતુ દેશના વિકાસ માટે ભાજપમાં જોડાઈ છે. તો માલીવાલે અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો કર્યા.

App Store

તેમણે જણાવ્યું કે, 2006થી તેઓ કેજરીવાલ સાથે રહી છે, પરંતુ પોતાના જ ઘરમાં તેમના પર હુમલો કરાવવામાં આવ્યો. અવાજ ઉઠાવતા તેમને ધમકીઓ આપવામાં આવી અને FIR પાછી ખેંચવા દબાણ કરાયું. માલીવાલે કેજરીવાલને “મહિલા વિરોધી” ગણાવીને કહ્યું કે છેલ્લા બે વર્ષમાં તેમને સંસદમાં એક વખત પણ બોલવાની તક આપવામાં આવી નથી.