VIDEO: કેમિકલ ફેક્ટરીમાં અચાનક લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના થઈ નથી.
ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા હતી.

