VIDEO : અમરનાથ યાત્રા માટે જમ્મુમાં ઉમટ્યા લાખો શ્રદ્ધાળુઓ
જમ્મુમાં શ્રી અમરનાથ યાત્રાને લઈને ભક્તો મોટી સંખ્યામાં પહોંચવા લાગ્યા છે. “બમ બમ ભોલે”ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો છે. યાત્રાળુઓ બાબા બરફાનીના દર્શન માટે ઉત્સાહભેર આગળ વધતા જોવા મળી રહ્યા છે. અમરનાથ યાત્રા હિન્દુ ધર્મની એક અત્યંત પવિત્ર તીર્થયાત્રા માનવામાં આવે છે, જેમાં ભક્તો જમ્મુ-કાશ્મીર સ્થિત અમરનાથ ગુફામાં આવેલા સ્વયંભૂ બરફના શિવલિંગના દર્શન કરે છે. તાવી રિવરફ્રન્ટ પર તાવી આરતીના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. માન્યતા મુજબ અહીં ભગવાન શિવે માતા પાર્વતીને અમર કથાનું રહસ્ય જણાવ્યું હતું, તેથી આ સ્થળને આધ્યાત્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ યાત્રા દર વર્ષે શ્રાવણ મહિનામાં યોજાય છે અને લાખો શ્રદ્ધાળુઓ તેમાં ભાગ લે છે. મુશ્કેલ પહાડી માર્ગ હોવા છતાં ભક્તો ભારે શ્રદ્ધા અને ભક્તિ સાથે યાત્રા પૂર્ણ કરે છે. તેને આત્મશુદ્ધિ, ધૈર્ય અને ભક્તિની પરીક્ષા તરીકે પણ જોવામાં આવે છે.

