Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Tight security arrangements made for Amarnath Yatra in Kathua

VIDEO : કઠુઆમાં અમરનાથ યાત્રાને લઈ ગોઠવાયો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ જુલાઈથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં યાત્રીઓ માટે તેમજ તમામ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ રહી છે. કઠુઆ જિલ્લામાં આવેલા લક્ખનપુર ખાતે અમરનાથ યાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. આ સમીક્ષા દરમિયાન તમામ સુરક્ષા એજન્સીઓની તૈનાતી અને યાત્રા માર્ગ પરની વ્યવસ્થાઓનુ ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું. કઠુઆના ડેપ્યુટી કમિશનર રાજેશ શર્માની હાજરીમાં સમગ્ર સુરક્ષા આયોજનની વિગતો ચકાસવામાં આવી હતી. અધિકારીઓએ યાત્રાળુઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. લક્ખનપુરને યાત્રાનો મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર માનવામાં આવે છે, તેથી ત્યાં સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે.

App Store