VIDEO: બેંગલુરુમાં મુશળધાર વરસાદની એન્ટ્રી
સોર્સ : GSTV
કર્ણાટકની રાજધાની બેંગલુરુના વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે વરસાદ ખાબક્યો છે. આ કવખતના વરસાદને કારણે આકરા ઉનાળાની ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે અચાનક શરૂ થયેલા આ જોરદાર વરસાદના લીધે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હજુ વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

