VIDEO: મેઘાલયના આસામ રેજિમેન્ટલ સેન્ટર ખાતે ૭૨૬ અગ્નિવીરોની ભવ્ય શપથ ગ્રહણ
સોર્સ : GSTV
મેઘાલયના શિલોંગમાં આવેલા પ્રતિષ્ઠિત હેપ્પી વેલી સ્થિત આસામ રેજિમેન્ટલ સેન્ટર ખાતે અગ્નિપથ યોજના હેઠળ તાલીમ પૂર્ણ કરનાર ૭૨૬ અગ્નિવીરો માટે એક ભવ્ય શપથ ગ્રહણ અને દીક્ષાંત પરેડ યોજાઈ હતી. આ ગૌરવપૂર્ણ સમારોહ સાથે આ યુવા સૈનિકો સત્તાવાર રીતે ભારતીય સેનાના આસામ રેજિમેન્ટમાં સામેલ થયા છે.કઠોર સૈન્ય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, દેશભક્તિના માહોલ વચ્ચે અગ્નિવીરોએ શિસ્તબદ્ધ કદમતાલ મિલાવીને શાનદાર માર્ચ-પાસ્ટ કરી હતી અને દેશ સેવાની શપથ લીધા હતા. આ પ્રસંગે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં અગ્નિવીરોના ગૌરવશાળી વાલીઓ હાજર રહ્યા હતા, જેમની હાજરીથી વાતાવરણ અત્યંત ભાવુક અને ઉત્સાહસભર બન્યું હતું.

