VIDEO : વાદળ ફાટવાથી સર્જાયેલી પૂરની સ્થિતિ
અરુણાચલ પ્રદેશના પોટિન વિસ્તારમાં આજે વહેલી સવારે વાદળ ફાટવાની ઘટનાને કારણે સ્થિતિ ગંભીર બની છે. આ કુદરતી આફત બ

અરુણાચલ પ્રદેશના પોટિન વિસ્તારમાં આજે વહેલી સવારે વાદળ ફાટવાની ઘટનાને કારણે સ્થિતિ ગંભીર બની છે. આ કુદરતી આફત બાદ આવેલા અચાનક પૂરે પોસા ગામ માં ભારે તબાહી મચાવી છે. પૂરમાં અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે અને માળખાગત સુવિધાઓ ખોરવાઈ ગઈ છે. અચાનક આવેલા પાણીના પ્રવાહને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી છે. હાલમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે જેથી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય. પ્રશાસન દ્વારા લોકોને નદીના કિનારા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે. નુકસાનનો અંદાજ મેળવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. રાહત અને બચાવ કાર્યમાં સ્થાનિક સ્વયંસેવકો પણ મદદ કરી રહ્યા છે.




