VIDEO: PM મોદીની એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ સામે ઉગ્ર વિરોધ, લખનૌમાં બજાર બંધ રાખવાનું એલાન
સોર્સ : gstv
લખનૌના સર્રાફા વેપારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પશ્ચિમ એશિયાના સંકટ અને વધતા આયાત ખર્ચને કારણે વિદેશી હૂંડિયામણ બચાવવા પીએમ દ્વારા કરવામાં આવેલી આ અપીલથી જ્વેલરી ઉદ્યોગમાં ચિંતા પ્રસરી છે. લખનૌ મહાનગર સર્રાફા એસોસિએશન દ્વારા આ અપીલના વિરોધમાં પ્રતીકાત્મક રીતે બજાર બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોનાના વેપાર પર રોક લગાવવાથી માત્ર મોટા શોરૂમ જ નહીં, પરંતુ લાખો નાના સોનીઓ અને કારીગરોની રોજીરોટી પર સંકટ આવી શકે છે.

