Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: CM Shubhendu Adhikari's personal assistant Chandranath Rath's murder case, West Bengal STF gets big success

VIDEO: CM શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યાનો કેસ, પશ્ચિમ બંગાળ STFને મળી મોટી સફળતા

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યાના કેસમાં પશ્ચિમ બંગાળ એસટીએફને મોટી સફળતા મળી છે. પોલીસે બિહારના બક્સર અને ઉત્તર પ્રદેશના બલિયામાં દરોડા પાડીને ત્રણ શંકાસ્પદ આરોપીઓ—મયંક રાજ મિશ્રા, વિકી મૌર્ય અને રાજ સિંહની ધરપકડ કરી છે. આ તપાસમાં ટેકનોલોજીની મહત્વની ભૂમિકા રહી હતી; આરોપીઓ પૈકી એકે ટોલ પ્લાઝા પર યુપીઆઈ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું, જેના આધારે પોલીસે તેમનું લોકેશન ટ્રેક કર્યું હતું.

App Store

10 મેના રોજ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન બાદ આ તમામ આરોપીઓને બારાસાત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાલમાં સીઆઈડી અને પોલીસની ટીમ આ શખ્સોની પૂછપરછ કરી રહી છે જેથી હત્યા પાછળનો મુખ્ય હેતુ અને અન્ય સંડોવાયેલા લોકો વિશે વધુ વિગતો મેળવી શકાય.